વાંચતા એક ગઝલ
વાંચતા એક ગઝલ




વાંચતા એક ગઝલ,
ને એમા તમારુ નામ આવે,
ચુમી લઉ હુ એ પંક્તિને,
જેમાં તમારું નામ આવે,
છાતી એ લગાવી પુસ્તકને,
બે હાથથી બાથ ભીડી લઉં,
આંખો જ્યાં બંધ કરું ને,
નજરમાં તમારું નામ આવે,
રહ્યા છે સિતમ સમયના,
આપણા સંબંધ પર એટલે,
નહીંતર થાત કંઈક એવું,
મારા નામ પછી તમારું નામ આવે,
હકથી ન બોલી શકું જો હું,
હોઠે તમારું નામ તો શું થયું,
નીકળે જો વાત પ્રેમની,
મુજ હૈયે તમારું નામ આવે.