વાલમની વાટ
વાલમની વાટ
મોસમ આવી છે પ્રેમની,
પ્રેમના તરાના ગાવા દો,
હૃદયમાં જાગેલ મનોરથને,
પ્રેમથી મુજને ઉજવવા દો,
મલ્હાર વરસે છે પ્રેમનો,
તેમાં મુજને ભીંજાવા દો
રોમ રોમ પ્રગટેલ પ્રેમની
લહેરમાં મુજને લહેરાવા દો,
પ્રેમની તરસ ખૂબ લાગી છે,
તરસ મુજને છૂપાવવા દો,
હર પળ વીતી છે વિરહની,
મિલનની પળોને માણવા દો,
વાલમ મારો આજ આવે છે,
શણગાર મુજને સજવા દો,
પ્રેમ- પુષ્પોથી પૂજા કરીને,
સામૈયુ વાલમનું કરવા દો,
હ્રદય કેરા પ્રેમ મંદિરમાં,
મારા વાલમને પધારવા દો,
અધૂરા રહેલ મિલનને "મુરલી",
આજ હવે પૂર્ણ કરવા દો.

