STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance Others

4  

Ramesh Patel (Aakashdeep)

Romance Others

વાગે શરણાઈ ને ઢોલ

વાગે શરણાઈ ને ઢોલ

1 min
422

વાગે શરણાઈ ને ઢોલ…. 

મઘમઘ મોગરાથી મહેકે માંડવો

વાગે શરણાઈ ને ઢોલ

લીલાં તોરણીયાં આસોપાલવનાં

દિલથી આવકારો દઈએ સ્વજન

કે આજ મારે માંડવે (૨)

લેવાયાં લાલભાઈનાં લગન,

 

મનભરી માણવા લગનના લ્હાવા,

અમ આંગણીયે પધારો મહેમાન

ઝબૂકે રોશની ને હરખે નયન,

કે આજ મારે માંડવે (૨)

લેવાયાં લાલભાઈનાં લગન,

 

પતાસાંના પડિયાં ને ગોળધાણા લઈ,

ફાળકે ફૂલે વરરાજાની ફોઈ

લૂણ ઉતારતી બહેનડી ગાતી,

પાડો ને ફોટા મારા ભાઈ

કે આજ મારે માંડવે (૨)

લેવાયાં લાલભાઈનાં લગન,

 

શાહી શ્રીમંતાઈ શોભાવે સોફા,

જોધપુરી જામા ને રજવાડી વાઘા

હસમુખભાઈ હસીહસી વધાવે આ મંગલ

કે આજ મારે માંડવે (૨)

લેવાયાં લાલભાઈનાં લગન,

 

સપ્તપદીના આ સૂરો મધુરા,

પકવાનથી શોભે થાળ સજીલા

ભાઈબંધ નાચી ફોડે ફટાકડા ગગન

કે મનભરી માણજો(૨)

રાજકુંવરનાં લાખેણાં લગન

દિલથી આવકારો દઈએ સ્વજન

કે આજ મારે માંડવે (૨)

લેવાયાં લાલભાઈનાં લગન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance