STORYMIRROR

Kaushik Dave

Abstract Inspirational

4  

Kaushik Dave

Abstract Inspirational

વાદળની પેલે પાર

વાદળની પેલે પાર

1 min
337

વાદળ હટાવું તો યે નજર ના આવે

પ્રભુ ક્યાંય મને નજર ના આવે !

મમ્મી કહેતી હતી કે એક ધ્યાનથી જુઓ

વાદળની પેલે પાર પ્રભુ નજર આવે,


વાદળ હટાવું તો યે નજર ના આવે

સુખના દહાડા મને નજર ના આવે !

દાદાજી કહેતા હતા કે ધીરજ તમે રાખો

આજે દુઃખ છે તો કાલે સુખ નજર આવે,


વાદળ હટાવું તો યે નજર ના આવે

દૂર દૂર સુધી મને શાંતિ નજર ના આવે

પપ્પા કહેતા હતા કે સંતોષી જીવ બનો

સંતોષ જેવું સુખ, સુખ શાંતિ આપે,


વાદળ હટાવું તો યે નજર ના આવે

વાદળની પેલે પાર મને કશુંક નજર આવે

અંધકાર નહીં, મને ઉજાસ નજર આવે 

પ્રકાશમાં મને સચ્ચિદાનંદ નજર આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract