વાદળ
વાદળ
બની વાદળ ક્યારેક વરસતો,
કરતો ગર્જના ક્યારેક ખોટી તું,
તાણી જતો માનવ મહેરામણ બની ગાંડો તું,
કરતો પાણીની અછત બની નિર્દયી તું,
બની વાયુ લહેરાતો શીત પવન તું,
બની અગન ફેંકતો અગનજ્વાળા તું,
જોતા રાહ જગતાત તારી, પણ તું,
નિષ્ઠુર બની છૂપાતો જગતાતથી તું,
ન સમજાતી આ માયાજાળ તારી,
બની વિહવળ જોતા રાહ હરબાળ તારી,
કેમ ન સમજતો વાત હર દિલની તું,
બન્યો કેમ આટલો મનમોજી તું.
