STORYMIRROR

Meena Mangarolia

Romance Others

3  

Meena Mangarolia

Romance Others

વાદળ વરસે

વાદળ વરસે

1 min
13.3K


વાદળ મારે બારણે આવી વરસે.....

મારે બારણે આવી ગરજે... ઉઘાડ રે કમાડ..

તને જોવા મારી આંખલડી તરસે...

એને હું શું કરું ફરિયાદ. ...??

તારા આગમન થી તરસી તરસી

તારી વિજલડી ચાતક સમાન.....

 વાદળ ઉમટયા છે ચોમેર આકાશમાં.....

સાંભળ મારો સાદ ઓ સાજન...

વાદળ ઘેરાવા જ ના દઈએ તો તારો અને મારો શું સાથ સાજન ? 

કુદરત ના પ્રહારો તો મારે અને

તારે સહન કરવા જ રહ્યા. ....!

આવું રે આવું તારે બારણે રે..

વિજ તારે તો બોલે બંધાયો છું

કેમ કરી ના આવુ તારે બારણે

મારો આત્મા કરે છે અંતરનાદ..

તારા અને મારા સુખ દુઃખ સમાન કેમ મારે વિસરી જવાય રે

વિજ તારે બારણે આવી વરસું..

વિજ તારે બારણે આવી તરસું..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance