વાડી
વાડી
લીલી વાડી, અવસર મળ્યે, મોલ જોયા અનેરા,
હર્યાભર્યા, કુદરત તણી, ભેટ સૃષ્ટિ અનોખી,
લાંબી ઊંચી, અમરત સમી, શેરડી ચૂસવાની,
ખાઘી મીઠી, મધ ઝરત ને, દ્રાક્ષની ડાળ ખેંચી,
ઝીણાં ઝીણાં, વનફળ હતા, બોર નામે ચણોઠી,
પૂરા પાકા, દળદળ વળી, સોન પીળા પપૈયા,
જાંબુડા ને, જમરૂખ જરા, રાણ ખાઘી ચિકાશે,
ગુંદા મોટા, ગરબડ થયે, એરંડા વૈદ કીધે,
લીલી વાડી, અવસર મળ્યે, મોલ જોયા અનેરા,
છૂટ્ટી આવી, નગર જીવને, શીલ જોવા બગીચો.