ઊર્મિ તમારી, વાચા અમારી!
ઊર્મિ તમારી, વાચા અમારી!

1 min

695
આજે ઘણા દિ પછી આવી અચાનક કલમ હાથમાં,
જેમ નસીબ જોગે આવ્યો તારો હાથ મારા હાથમાં.
આજ કાગળ પર વરસ્યુ વ્હાલ જાણે શબ્દોના સાદમાં,
જેમ તે વરસાવ્યો પ્રેમ આપણા જીવન તણા સાથમાં.
કલમ રોઈ, કાગળ ભિજાયું, જાણે કોણે કહ્યું વાત વાતમાં?
તારાથી હું-મારાથી તું, બંને અલગ છતાં પણ સાથોસાથમાં,
આ પ્રેમ જ છે "હું ને તું" તણો જે બને છે ગઝલ એક સ્પર્શનાં સાથમાં.
આજે ઘણા દિ પછી આવી અચાનક કલમ હાથમાં,
જેમ નસીબ જોગે આવ્યો તારો હાથ મારા હાથમાં.