સોનેરી હલ્દી
સોનેરી હલ્દી


સોના જેવો રંગ છે જેનો, વિધ વિધ જેના ગુણ
લીલી સુકી ગાગડી એ હલ્દી રાખો સંગ.
કસ જેનો કાઢતાં મળતું કરક્યુમીન
સંગ મળી એ રક્તને પહોંચે કોષ શરીર.
વાત, કફ ને પિત્ત જે નાથે એને સંગ
મગજ, જઠર ને હોજરી રંગાઈ એના રંગ.
રોગ પ્રતિકાર વધારે એતો, નિખરી જાય શરીર
સપ્રમાણ વાપરો તો ભાગી જાય "ડીસીઝ".
હલ્દી, દરિદ્ર, કરક્યુમાલો અંગ વિધ વિધ જેના નામ
ખાતાં, પીતા, ઉબટન રમતા, ગાઓ એનાં ગાન.