બળવાન મેથી
બળવાન મેથી


મણ મણ ગુણ બળવાન હું તો મેથી મારું નામ,
નાના હોય કે મોટેરા સહુ કરે મારા ગુણગાન.
કાચી, ભીની, લીલી, સુકી બારે માસ તમ ચાલું,
સ્વાદ સાથે સ્ફૂર્તિ આપું જ્યાર વસાણામા ભેળવાવુ.
અપચો ગેસમાં રાહત આપું, પાચન તમ સુધારુ,
મધુમેહ બીમારીમા પણ, શરીર કાજ સુધારુ.
માતા બાળક ને હું ચાલું, ધાવણ સંગ વધારુ,
જાડા પાતળા સૌનામાથી ચરબી હું ઘટાડુ.
આયન, ફાઈબર થી ભરપૂર છુ, પ્રોટીન સંગ આપું.
મેગ્નેશિયમ, બી કોમ્પલેક્સ વિટામીન સંગ ખનીજ વધારુ.