STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

ઊંઘ આવતી નથી

ઊંઘ આવતી નથી

1 min
161

ઊંઘવા હું શાંતિથી માંગુ છું પણ,

ઊંઘ મુજને આવતી નથી,

હર પળ યાદ તારી આવે છે મુજને,

એટલે તો ઊંઘ આવતી નથી,


સપનામાં આવી ફરિયાદ કરે છે કે,

મને કેમ યાદ કરતાં નથી ?

તસ્વીર તારી તો મારા દિલમાં છે,

એટલે તો ઊંઘ આવતી નથી,


નખરાં કરીને જગાડે છે તું મુજને,

ઊંઘમાંથી ઊઠું તો દેખાતી નથી,

તને પકડવા પાછળ દોડું છું હું,

એટલે તો ઊંઘ આવતી નથી,


સોળ શણગાર સજી લલચાવે છે મુજને,

તરસ મારી તું છિપાવતી નથી,

તારા રૂપમાં ઘાયલ બન્યો છું હું,

એટલે તો ઊંઘ આવતી નથી,


મધુર સ્મિત કરી તું બોલાવે છે મુજને,

સૂરીલો ટહુકો હું ભૂલી શકતો નથી,

તારા મિલન માટે તડપી રહ્યો છું હું,

એટલે તો ઊંઘ આવતી નથી,


પ્રેમ દિવાનો બનાવ્યો છે તે મુજને,

પ્રેમનું દર્દ કેમ સમજતી નથી,

ઉજાગરાથી આંખો લાલ થઈ છે "મુરલી"

એટલે તો ઊંઘ આવતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama