ઉત્સવ...
ઉત્સવ...
આવીને ઊભા છે દીકરીના લગ્ન આજ, એક ખુશીનો અવસર છે માવતર કાજ. એણે કર્યા છે નિતનવા શ્રૃંગાર ને સાજ, એતો સજી છે એના પ્રિયતમને કાજ. ખુશીની છોળો ઉછળે છે મંડપમાં આજ, દીકરીના સુખી સંસારના ઉત્સવને કાજ. મા બાપના હૈયામાં છે ઉમંગ ને ઉત્સાહ, વર્ષોથી સિંચેલું શમણું આંગણે છે એ કાજ. સહોદરના મનમાં પણ છે ખુશી અપાર, જાન રેડે છે એ પણ ખુશીથી પ્રસંગ કાજ. ખુશીની છોળો ઉછળે છે મંડપમાં આજ, દીકરીના સુખી સંસારના ઉત્સવને કાજ. દીકરીના મનમાં આવે છે રહી રહીને કોઈ ભાવ, થોડી ઉદાસ છે ઘરને પિયર બનાવવાને કાજ. તોય હસતા હોઠ ને હસતી આંખ સાથે દીકરી, મક્કમ બને છે બે કુળ ઉજાળવા કાજ.
