STORYMIRROR

kusum kundaria

Romance

4  

kusum kundaria

Romance

ઉત્સવ અનેરો છે

ઉત્સવ અનેરો છે

1 min
266

આજ હોળીનો જુઓ ઉત્સવ અનેરો છે,

લાગતું ફૂલો તણો રંગીન મેળો છે,


છે પતંગિયાં તોરમાં જાણે ઈજારો આ,

બાગનો રાખી પછી ભર્યો જ પ્હેરો છે,


ને ભ્રમર પણ ગીત ગુંજીને સૂણાવે જો,

 આ છવાયો રંગ મદહોશીનો ઘેરો છે,


કોઇ ટહુકે છે વળી બેફામ થઈ વનમાં,

ખાખરાનો ઠાઠ તો રાજાજી જેવો છે,


છે અસર કેવી હવામાં આજ વાસંતી,

ખૂશ્બુનો સાચે જ ચારેકોર ડેરો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance