ઉપવન
ઉપવન
ખીલ્યાં છે અહીંયાં રંગબેરંગી,
મોગરો, ગુલાબ, ચંપો ચમેલી.
ઉપવને શોભા અપાર ખીલેલી
મોહ્યું મનડું મારું જૂઈની વેલડી.
જોતાં જ એને ઠરે મારી આંખડી,
સુગંધથી એની મહેંકી ઊઠે રાતડી.
ઉપવને ફૂલોની ભરી ભરી ગાંસડી,
પૂજા કરી માતાજીની પામી પ્રીતડી.
અમરત ઢોળ્યાં જૂઈની વેલડીએ,
નીરખી છે આજ હૈયાની હાટડીએ.
