"ઉપેક્ષિત ઘડપણ" કડવું સત્ય
"ઉપેક્ષિત ઘડપણ" કડવું સત્ય
શ્રવણ બની ગયો છે હવે
ફક્ત ઇતિહાસનું અેક પાત્ર!
કળિયુગમાં એ છે
એક કલ્પના જ માત્ર !
ઘરડાં મા - બાપ બની ગયા
છે હવે ઉપાધિનો ભાર,
ચલક - ચલાણી રમી રહ્યા
છે દિકરાઓને દ્વાર!
વ્હાલા લાગે મા - બાપ,
જ્યાં સુધી હોય હરતાં ફરતાં,
બને પરાવલંબી તેઓ જ્યારે,
સંતાનોથી ઉપેક્ષિત થતાં !
ન કરીએ ઉપેક્ષા તેઓની,
મળશે તમને આશીર્વાદ.
કરીને સેવા દિલથી,
પામશો પ્રભુનો પ્રસાદ !
કુદરતનો છે નિયમ પ્રબળ,
વિતશે યુવાની આવશે ઘડપણ,
ન કરશો ફરિયાદ એ ક્ષણે,
જ્યારે તમ સંતાનો કરશે અનુકરણ !
