Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mulraj Kapoor

Abstract Fantasy Inspirational

3  

Mulraj Kapoor

Abstract Fantasy Inspirational

ઉનાળો

ઉનાળો

1 min
157


દિવસો બધા હોતા નથી સમાન,

કુદરતની પણ ચાલે દુકાન,

બાર મહિનામાં ઋતુ ત્રણ આવે,

આવીને સૌ પોતાનો ભાગ ભજવે,


અધૂરી એક વિના બીજી લાગતી,

કડી જેમ એક બીજાને જોડતી,

ઉનાળો એમાં મહત્વનો ગણાતો,

ખુબ એ તપતો, ઘોમ ધખાવતો,


વિસર્જન કરી સર્જન કરતો,

જુના પર્ણો પાડી નવા ઊગાડતો,

રૂપ ધરાને એ નવું અપાવતો,

નવ સર્જનનો દેવતાં કહેવાતો,


કિંમત પાણીની સૌને સમજાવે,

જળને દેવતા સમાન ગણાવે,

વાત આ લોકોને શાનમાં બતાવે,

નહીં તો દુકાળ દર્શન કરાવે,


તાપથી બચવાના ઉપાય લાવે,

ઝાડ નીચે મીઠો છાંયડો અપાવે,

ઠંડા પવનનો ઝોકો ઊંઘ કરાવે,

મીઠાં ફળો સોગાદમાં લઈ આવે.


Rate this content
Log in