ઉનાળો આવ્યો
ઉનાળો આવ્યો
ઉનાળો તો આવ્યોને ગરમ પવન લાવ્યો,
મારા ભાઈઓ આ ધગધગતો ઉનાળો આવ્યો.
ઉનાળો તો આવ્યોને બાળકોમાં રજાઓનો ઉમંગ લાવ્યો,
મારા ભાઈઓ આ ધગધગતો ઉનાળો આવ્યો.
ઉનાળો તો આવ્યોને કેરી, તડબૂચને ટેટીની મજા લાવ્યો,
મારા ભાઈઓ આ ધગધગતો ઉનાળો આવ્યો.
ઉનાળો તો આવ્યોને આઈસ્ક્રીમ ઠંડાપીણાની મોજ લાવ્યો,
મારા ભાઈઓ આ ધગધગતો ઉનાળો આવ્યો.
ઉનાળો તો આવ્યોને મામા ફોઈના ઘરની યાદો લાવ્યો,
મારા ભાઈઓ આ ધગધગતો ઉનાળો આવ્યો.
ઉનાળો તો આવ્યોને શહેરથી ગામડે પાછા સૌને લાવ્યો,
મારા ભાઈઓ આ ધગધગતો ઉનાળો આવ્યો.
ઉનાળો તો આવ્યોને રાત્રે આંગણે સુવાની મજા લાવ્યો,
મારા ભાઈઓ આ ધગધગતો ઉનાળો આવ્યો.
ઉનાળો તો આવ્યોને ભૂલી વિસરાયેલી યાદોનો ખજાનો લાવ્યો,
મારા ભાઈઓ આ ધગધગતો ઉનાળો આવ્યો.
