ઉજવી ઉત્સવે
ઉજવી ઉત્સવે
સૌંદર્યની ધારા નિહાળે શીશુ ઝમતી આંખે,
છવાતી એ ઉત્સવે મા ચ્હેરે ચમકી માણે,
પરોઢે પર્ણે પર્ણે ઝૂલી વ્હે કલરવ મીઠાં,
ગાન ધરા આભ મેળના ઉજવી ઉત્સવે,
રસાતું દ્રવ્ય ઢોળાતું પ્રણય ફાગોમાં ખીલી,
છલે સમરસ ચૂમી આનંદ બની ભાલે,
સાત ડગથી વાવતા બીજ પ્રભુ સ્વપ્ન તારાં,
કોળાય અંકુર સૌ, પ્રત્યેક માનવી આશે,
ભીતર ઉભરે મૌન ભરી સ્તોત્ર રાગ સૂરો,
ઉજવાય ઉત્સવ સૌ ત્હીં તેજ ભરી માર્ગે,
વણાઈ શબ્દ છંદ પ્રાસમાં ગુંથાતી એ આભા,
લીન સૌએ થૈ કાવ્ય ઉત્સવ ઉજવી સાથે.
