STORYMIRROR

Ramesh Bhatt

Romance

3  

Ramesh Bhatt

Romance

ઉજાગરો

ઉજાગરો

1 min
13.7K


જ્યારે

તારી આંખો ના ખૂણે

ભીનાશ દેખાય ત્યારે

અરીસો

મને ખખડાવી નાખે

તે પહેલાં

હું તારા લાંબા

રેશમી વાળ માં

આંગળીઓ પરોવી તને

પસવારું અને તને

તરત ઊંઘ આવી જાય

તો

મારો

પરોક્ષ પશ્ચાતાપ

ફળીભૂત થાય છે.

પણ તે રાતે

મને ઊંઘ નથી આવતી

પ્રિયે

હું અને રાત જાગરણ ના

નામે

ઉજાગરો કરીએ છીએ

કદાચ !!


Rate this content
Log in

Similar gujarati poem from Romance