ઉડવું છે
ઉડવું છે


ઉડવું છે મારે પતંગ બની ને હવે,
જે લઈ જાય મને તારાં દિલ તરફ,
બાંધવી છે દોરી પ્રીત તણી મારે,
જે બાંધે મને તારાં પતંગ સાથે,
પહોંચવું છે મારે આકાશ મધ્યે ,
જ્યાંથી ફક્ત તું જ દેખાય મને,
છોડી દેવી છે આ દુન્યવી દુનિયાં,
બસ લહેરાવું છે તારાં જ સંગમાં,
ઉજવવી છે ઉત્તરાયણ મારે એવી,
જેમાં લાગેલાં પેચ ક્યારેય ના છૂટે.