Ramesh Patel

Inspirational

3.3  

Ramesh Patel

Inspirational

ઉછાળે જે યુવાની, એ સાચો યુવાન

ઉછાળે જે યુવાની, એ સાચો યુવાન

1 min
63


ઝીલી વાતો જુવાન, તું થાજે જુવાન

ઉછાળે જે યુવાની, એ સાચો યુવાન 


તારી છે ખેવના ને, તું ખેવૈયો રાજ

વહે નસનસમાં તારી, રણભેરીનો નાદ 


કંડારી કેડી ને, થાજે જ બાગબાન

ઉછાળે જે યુવાની, એ સાચો યુવાન  


નવયુગ છે કૌવતનો, ખૂંદજે બ્રહ્માંડ

ઢાલ જ તારી સંસ્કૃતિ, મા વસુધાની શાન 


તારી જુવાની છે, મહા વિપ્લવની આગ

ઉછાળે તું જુવાની તો જ સાચો જુવાન 


ધરી હાક ગજવજે તું અંબર જુવાન

ઉછાળે જે યુવાની, એ સાચો યુવાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational