STORYMIRROR

Hetshri Keyur

Drama

3  

Hetshri Keyur

Drama

ત્યારે પાપા યાદ આવે છે

ત્યારે પાપા યાદ આવે છે

1 min
599

જ્યારે મમ્મી કહે

ના ખોટા પૈસા નહીં ખર્ચવાના

ત્યારે પાપા તમારી યાદ આવે છે,


ઘરે મોડું આવવાનું થાય

ત્યારે રાહ જોતા પાપા

ખુબજ યાદ આવે છે,


કંઈ પણ કામ પૈસા માટે

જ્યારે અટકી જાય ત્યારે પાપા

ખુબજ યાદ આવે છે,


રસોઈ ના વખાણ જ થાય

ભલે રોટલી બળી જાય

એ પાપા રસોઈ સમયે ખુબજ યાદ આવે છે,


પગાર આવે ત્યારે પૈસા કેમ થાય

એ વાત સમજાઈ જાય

ત્યારે પાપા ખુબજ યાદ આવે છે


 ઓફિસથી થાક્યા આવી પણ

બાળકોના મોઢા જોઈ થાક ઉતરી જાય

 ત્યારે પાપા ખુબજ યાદ આવે છે,


 કોઈ મોટું કામ કરવા સમયે

 'બેટા થઈ જ જાય ચિંતા ન કર.'

આવા શબ્દો યાદ આવી જાય

 ત્યારે પાપા ખુબજ યાદ આવે છે,


 ઘરની જવાબદારી

 જ્યારે એકલા ખભે આવી જાય

 ત્યારે પાપા ખુબજ યાદ આવે છે,


 ખભે બેસાડી દુનિયા દેખાડનાર

જ્યારે ખભો લઈ અને ચાલ્યા જાય

 ત્યારે માથેથી હાથ ઊઠી

 જાય પછી પપ્પા બહુજ યાદ આવે છે

 પછી પાપા બહુજ યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama