STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

ત્યારે જ મનની કૂખે જન્મ્યા હશે શબ્દો

ત્યારે જ મનની કૂખે જન્મ્યા હશે શબ્દો

1 min
411

ક્યાંક થયો હશે કોઈના પ્રત્યે લગાવ,

ત્યારે આ કવિતા રચાઈ હશે,


આપ્યો હશે કોઈ પોતાના એ જ ઘાવ,

ત્યારે કવિતા રચાઈ હશે,


હૃદયમાં ઉદભવ્યો હશે કોઈ ઝંઝાવાત,

ત્યારે શબ્દ ને સથવારે કવિતા રચાઈ હશે,


ક્યાંક મળ્યું હશે ઝાકળ ભીનું સંવેદન,

ને હૈયે લાગણીની કૂંપળ ફૂટી હશે,

ત્યારે લાગણીનાં સથવારે કવિતા રચાઈ હશે,


કોઈના કટુ પ્રહારે દર્દ થયું હશે દિલને,

તો કોઈનાં પ્રેમભર્યા મીઠા બે બોલ સાંભળી

હૈયે સંવેદના સળ વળી હશે,

ત્યારે પ્રેમના પલકારે આ કવિતા રચાઈ હશે,


જ્યારે જીવનમાં વ્યાપ્યો હશે શૂન્યાવકાશ ત્યારે,

કોઈના પગલેથી ફરી રચાય હશે મેઘધનુષ્યના રંગો,

ત્યારે આ હૃદયની કલમ વડે શબ્દોને દેહ મળ્યો હશે,


કોઈ પ્રવેશતું હશે હૈયાનાં દ્વાર ખોલી,

પ્રીતનું પાનેતર ઓઢી,

ત્યારે દિલોદિમાગનું અનુસંધાન બનતું હશે,

ત્યારે જ સ્નેહ સરિતા બની આ હૃદયની ધરા પર વહેતો હશે,

ત્યારે જ મનનાં ગર્ભમાં આ શબ્દો આકાર લેતા હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy