ત્યાં સુધી
ત્યાં સુધી
અસ્તિત્વ તારું ત્યાં સુધી,
કામ તારું છે ત્યાં સુધી.
એમ બારણાં બહાર ના ઊભા રહો,
અંદર આવ, હું છું ત્યાં સુધી.
કસોટીઓ આપતું રહેવાનું,
આવું જીવન છે ત્યાં સુધી.
તું શોર્ટકર્ટ ના અપનાવતો,
સીધો રસ્તો છે ત્યાં સુધી.
નહીં કોઈ ખતમ કરી શકે,
તારી જિંદગાની છે ત્યાં સુધી.
