તુંય પ્રેમ કરી જા
તુંય પ્રેમ કરી જા
કદી' આવીને ઈશ્વર, તુંય પ્રેમ કરી જા !
મનાવી લેવા અવસર, તુંય પ્રેમ કરી જા !
અમે તો ખૂબ ચાહ્યો, આજ વારો તારો,
નહીં કૈં હોય નડતર, તુંય પ્રેમ કરી જા !
કહે છે વાસ તારો, છે બધી જગ્યાએ,
બનીને ત્યાં મનોહર, તુંય પ્રેમ કરી જા !
હશે કો' વાત તારામાં, તને ચાહે સૌ,
ઘડીભર તો ઘડીભર, તુંય પ્રેમ કરી જા !
વસે 'સાગર'ના મનમાં બીજી શી આશાઓ?
ભલે પળ હોય આખર, તુંય પ્રેમ કરી જા !