કુદરત શું ના કરી શકે
કુદરત શું ના કરી શકે
કુદરતની લીલા તો ખૂબ ન્યારી,
એ ક્યાં કોઈ સમજી શક્યું છે ?
ક્યારે કોને શું આપી દે,અને શું લઈ લે,
એની ક્યાં કોઈને ખબર છે!
ક્યારેક માંગેલું મળતુય નથી,
વણ માંગેલું મળી જાય છે.
ખોબો ધરીને બેઠા હોય ને,
આખો દરિયો એ દઈ જાય છે.
ઈશ્વરની કુદરતને કોઈ જાણી શક્યું નથી,
એ ધારે તો પૃથ્વીને આકાશ બનાવી શકે,
એ ધારે તો મૃતમાં પ્રાણ પૂરી શકે,
એની શક્તિ ને કદી માપી નાં શકાય.
એ ધારે તો પ્રહલાદને આગમાંથી બચાવી શકે,
કુદરત શું ના કરી શકે ?
