અયોધ્યાના રજા શ્રીરામ
અયોધ્યાના રજા શ્રીરામ
અયોધ્યામાં રાજા દશરથ અને કૌશલ્યા ના ઘરે જન્મ્યા શ્રીરામ,
દશરથ નંદન, કૌશલ્યા નંદન, રામચંદ્ર નામે ઓળખાયા શ્રીરામ.
ત્રેતા યુગ, ચૈત્ર માસ, અને શુક્લ પક્ષમાં જન્મ્યા શ્રીરામ,
રઘુકુળ વંશ જેમનો એવા વિષ્ણુનો અવતારછે શ્રીરામ.
શિવ ધનુષ તોડી જનકરાજાની પુત્રી સીતા માતાને પરણ્યા રામ,
પિતાના એક વચન ખાતર ચૌદ વર્ષ વનવાસ ગયા શ્રીરામ.
લવ-કુશ જેવા પુત્રો જેમના એવા સૂર્યવંશી શ્રીરામ,
એક જ પત્નીનું વ્રત પાળનાર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ.
અયોધ્યામાં થઈ રહ્યો છે આજે અભિષેક એવા મારા ભગવાન શ્રીરામ,
ચારો તરફ હર્ષોલ્લાસ દરેક ભક્તોના દિલમાં આજે પણ વસી રહ્યા છે શ્રીરામ.
