ગરીબી
ગરીબી
વેચી કરે બીજાના ઘરમાં જે અજવાળા,
એવા લોકોના ઘરના અંધારા છે કોઈ જોવા વાળા?
રંગો ખરીદી રંગોળી પૂરી આજ આંગણા સૌના શોભી ઉઠ્યા,
રંગો વેચનારના બાળકોના બેરંગ માસૂમ ચહેરા શું કોઈને ના દીઠા?
ભગવાનને આપ્યું છે તમને ઘણું બધું તો વહેંચો ગરીબોને ખુશી,
કોઈના ચહેરાની ખુશી બનશો તો પૂછો તમારા આત્માને શું તમે થશો કદી દુઃખી?
દિવાળીના ખર્ચા તમે કરજો થોડા વિચારી અને બનજો ગરીબોના દાતાર,
ઉપરવાળાની દયાથી ધન દોલત ઘણુ થશે ભેગુ લાગશે તમારા ઘરે ગાડીઓની કતાર.
ઓનલાઇન ખરીદી કરતા પહેલા રાખજો ફૂટપાથ પર નજર તમારી,
ગરીબોની મળે જો દુવાઓ તો સમજો દિવાળી થઈ ગઈ સફળ તમારી અને અમારી.
✍️ હું *અલકા પરમાર "મૌસમ"* બાંહેધરી આપું છું કે આ રચના મારી સ્વ રચિત અને અપ્રકાશિત છે
