STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

ચાલને મળીએ

ચાલને મળીએ

1 min
4

એ સખી ચાલને મળીએ, 

અજાણ્યા બનીને મળીએ.


એ મજાક મજાકમાં, 

તારું ગુસ્સે થઈ, 

મારવા પાછળ દોડવું 

આખાં ગામમાં ફરી વળવું,

એ દિવસો યાદ આવે છે.


ભાવનાને બિન્દુ સાથે રમવું, 

ચુલા પર પાપડ શેકવા,

એય ટપકું ચાલને મળીએ.


બાળપણમાં જઈ મોજ કરીએ,

એ મોય ડંડો ને સતોડીયુ,

તળાવથી દેડકાં પકડવા,

નિતનવી ધમાલ મસ્તી.

 

કોઈ પણ એકના ઘરે જમવું, 

રાત્રે ફૂલ રેકેટ રમવું, 

ગૌરીવ્રતના જાગરણમા,

નાટક ભજવી, 

કેવી ધિગા મસ્તી કરતા.

 

એ સખી ચાલને મળીએ, 

આવે છે ને એકવાર, 

ચાલને ફરી બાળપણમાં જીવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics