વહેલી સવારનો નજારો
વહેલી સવારનો નજારો
વહેલી સવારનો હોય સુંદર અદભુત નજારો,
સૂરજ લઈને આવે જાણે કિરણોનો ભારો !
લાગે જાણે ભરનિંદ્રા માંથી જાગ્યું કોઈ બાળ,
જાણે ઈશ્વરે ભર્યા સૃષ્ટિમાં રંગો હજારો.
સોળે શણગાર સજેલી કન્યા જેવી લાગે આ ધરતી,
સૂરજના સોનેરી કિરણોથી સોના જેવી એતો ચમકતી,
ઝાકળના અદભુત બુંદોથી સ્નાન કરે આ ફૂલોની આખી નાત,
જોને ફૂલોની સુંગધથી લાગે પૂરી ધરતી મહેકતી.
