ઠંડી
ઠંડી
નવવર્ષનો એ અનેરો આવકાર,
વહેલી સવારે ઠંડીનો ચમકાર.
વાતાવરણ લાગે ખુશનુમાં,
ગરમ પીણાના કપ હોય હાથમાં.
રંગ નવા દેખાતા કુદરત તણા,
અબાલ વૃદ્ધ સૌ ને સદતા ઘણા.
સવારનો તડકો લાગતો મીઠો,
વર્ષ દરમ્યાન ત્યારે જ આ દીઠો.
લીલાશાકભાજી ફળોની લ્હાણી,
લોકો એ એને હોંશે હોંશે માણી.
એટલા માટે ઠંડીને ગુલાબી કહી,
ભૂલકાઓના ગાલે દેખાતી સહી.
