વહેલી સવારે.
વહેલી સવારે.
કેટલી હસીન ધરા લાગે વહેલી સવારે,
ઝાકળથી ફૂલો કરે સ્નાન વહેલી સવારે.
આથમે ચાંદ ને ઉગે આફતાબ વહેલી સવારે,
આ ફૂલો પણ ભર નિંદ્રામાંથી જાગે વહેલી સવારે.
કોઈ કુમળા બાળક જેવું ખિલખિલાટ હસે આ ઘાસ વહેલી સવારે,
જાણે પંખીઓ પણ કરેઈશ્વરની સ્તુતિ વહેલી સવારે !
આ વૃક્ષની શાખાઓ જાણે !સૂરજના આગમનની તૈયારીમાં,
ટટ્ટાર ઊભેલી હોય વહેલી સવારે.
આ રમતિયાળ પવન પણ ફૂલોના બદનને,
સ્પર્શી મહેક ફેલાવે વહેલી સવારે.
ક્યાંક મંદિરમાં આરતી તો, મસ્જિદમા અજાન,
વાતાવરણને પવિત્ર બનાવે વહેલી સવારે.
જાણે નીંદરમાંથી પ્રકૃતિ જાગી હોય એવી તે તાજીમાજી લાગે વહેલી સવારે,
જાણે કોઈ કોમલ કન્યાના ગાલ જેવી રતુંબડી લાગે વહેલી સવારે !
