હું કોને કોને યાદ કરું ?
હું કોને કોને યાદ કરું ?
મોગલો હાવી થયાં આ દેશને ધર્મ પર એ જોઈને હું બળી બળી ને મરું,
છત્રપતિ, રાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણને જન્મ દેનાર એ જનેતા ને લાખ લાખ વંદન કરું.
હું કોને કોને યાદ કરું ?
દેશનાં લોકો પર થતા વિદેશી હકુમતનાં અત્યાચારની ફરિયાદ કોને કરું?
ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદને જન્મ દેનાર એ દેવીઓને દંડવ્રત પ્રણામ કરું.
હું કોને કોને યાદ કરું?
ચંદ્ર, મંગળ પર દુનિયા પહોંચી, આવી વાતો રોજ લોકમુખેથી સાંભળું
કલ્પના ચાવલા, વિક્રમ સારાભાઈ, અબ્દુલ કલામને જન્મ દેનાર એ જનનીઓને કેટકેટલા વખાણ હું કરું ?
હું કોને કોને યાદ કરું ?
અહિંસાવાદી, સત્યવાદી મારા દેશનાં એ અનમોલ રતનને યાદ કરી મારી છાતી ગર્વથી છપ્પનની કરું,
મહાત્મા ગાંધીને જન્મ દેનાર એ જગતજનની ને દેશવતી કોટી કોટી એના ચરણોમાં વંદન કરું.
હું કોને કોને યાદ કરું ?
આ દેશની ધરા પર સંત, સુરવીર, દાતાર માતૃભોમ માટે બલિદાન દેનાર એ તમામ અનમોલ રતનોને,
જન્મ દેનારી એ સિંહણો ને યુગો યુગો હું સલામ ભરું, યુગો યુગો હું સલામ ભરું.
હું કોને કોને યાદ કરું ?
