ખોવાયેલાની ખોજમાં
ખોવાયેલાની ખોજમાં
નીકળી છું હું ખોવાયેલાની ખોજમાં,
મળી જશે એ આશ છે,રહું છું મોજમાં.
એતો ક્યાંય ખોવાઈ ગયા છે ભીડમાં,
મળી જ જશે આ દુનિયાની ફોજમાં.
ખોવાયેલા છે એ એક દી મળી જશે,
મારી પ્રાર્થનાઓ એક દી ફળી જશે,
ક્યાં સુધી એ અલગ રહેશે મારાથી ?
એક દી ચોકકસ મારામાં ભળી જશે.
