હૈયું એના પ્રેમમાં ખોવાઈ ગયું
હૈયું એના પ્રેમમાં ખોવાઈ ગયું
આજે કોઈનું નામ મારા હૈયે કોતરાઈ ગયું,
એટલે જ હોઠોથી મધુર ગીત ગવાઈ ગયું,
કરી હતી અમે તો છાનીછપની મુલાકાતો,
પણ અમારું નામ ચોરે ને ચૌટે ચર્ચાઈ ગયું,
મને તો ખબર પણ ના રહી રાતદિનની,
જોને મારું હૈયું એના પ્રેમમાં ખોવાઈ ગયું,
આમ કદી કોઈ નશાની આદત નહોતી અમને,
પણ જોને એની નજરોનું જામ પીવાઈ ગયું,
જોતા એને મારા હોઠ જાણે સિવાઈ ગયા,
દિલની વાતોને આમ કવિતામાં કહેવાઈ ગયું,
હવે ભૂલી ગયા સાવ અમે તો દુનિયાદારી,
જ્યારથી એનું નામ અમારા હૈયે છવાઈ ગયું.

