Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Romance Tragedy

3  

Hemaxi Buch

Romance Tragedy

તું

તું

1 min
187


ક્યારેક વિચારું છું કે

તું હાં.. હાં તું 

ક્યાં છે અને ક્યાં નથી ?


હૃદયનો ધબકાર તું

શ્વાચ્છોશ્વાસની રફતાર તું

કેટલો વિશાળ વિસ્તાર

મારામાં તો વિસ્તરે જ છે અવિરત તું

પણ મારામાંથી નીકળી સર્વત્ર અમાપ વિસ્તાર તું,


અંતરની લાગણીમાં તું

વિહરતી ઉદાસીમાં તું

ક્યાં ક્યાં નથી તું ? 


હજી જાણે જ ક્યાં છે તું

મને કે આ મારા પ્રેમને

નસે નસમાં લોહી બની વહે એ છે તું

હું તો તુચ્છ આ શરીર માત્ર 

અને એ પણ ક્યાં મારું છે,


તને જો કાઢી નાખું તો 

થાય ઢગલો આ આખુંએ શરીર

આંકી શકાય તો આંકી લે મહત્વ

છે ને ફરતું અસ્તિત્વ મારું આસ પાસ વીંટળાઈ તને

તો એ પૂછે મને 

ક્યાં ક્યાં છે તું ?


સવાલોની ગર્તામાંથી બહાર નીકળી

હૃદય ને ટટોળી તો જો

કદાચ ક્યાંક કોઈ ખૂણામાં 

મળે મારો આ પ્રેમ ને સમજે તું,


બસ એટલે જ ક્યારેક વિચારું છું

તું હાં.. હાં તું

શીદ ને સતત ફેલાય છે તું.


Rate this content
Log in