તું...!
તું...!
સઘળી સમસ્યાનો ઇલાજ તું...!
મારા અંતરનો રખે અવાજ તું...!
મનની ગતિ આખરે કેટલી?
હશે સરજી ઇશે મુજ કાજ તું...!
ઉરની અનુભૂતિ છો અવિરત,
બનીને મદન સજની સાજ તું...!
વરસ-વરસ તપ્ત મન મંદિરે,
આગમને હશે વીજને ગાજ તું...!
છે આસન અંકિત ઉરમહીં,
મુજ શિરની છો સરતાજ તું...!
મળી જાય મબલખ તારાથી,
મારે મન છો પાટને રાજતું તું...!
પરોવી દે મણકા મનતણાં,
સર્વસ્વ મારે છો આજ તું...!

