તું સાથ આપીશ
તું સાથ આપીશ
કોણ કહે કે તું દૂર છે
તું તો મારી સાથે છે,
ઈશ્વર પરની શ્રદ્ધા ને
વિશ્વાસ અમારો નેક છે,
દિલ કહે કે હું તારો છું
મનમાં તો કંઈક છે,
મન અન્ય તરફ લલચાય છે
ઈશ્વરને ના મનાય છે,
દિલ મનાવે મનને
તું સાથ આપીશ મને ?
ઈશ્વર તો બધાના દિલમાં છે
મન તો ચકડોળે છે,
અસત્યને સ્વીકારી લે છે મન
પણ સનાતનને માને છે કોણ ?
ઈશ્વર આપે છે સાથ સૌને
પૂછે છે આપણા બધાને,
તું સાથ આપીશ કુદરતને !
કુદરતે આપ્યું છે ઘણું બધું,
તું આપીશ સાથ કુદરતને !
