તું રાખ
તું રાખ
છૂટવાનો સમય તો ખબર જ છે ને તને મારો,
બસ પાંચ મિનિટ ઝરૂખે આવવાનું તું રાખ
તારી ગલીમાંથી જ નીકળું છું હરરોજ,
બસ બે ઘડી નયન મેળવવાનું તું રાખ
કેટલીવાર આવી જાય છે એ નફ્ફટ લટ તારા ગાલ પર,
આંગળીઓમાં ઉલઝાવીને એને કાન પાછળ કરવાનું તું રાખ
શોભતી હતી એ નથની કેવી તારા નાક પર,
આજ થી હરરોજ એને પહેરવાનું તું રાખ
શરમથી ગુલાબી થઈ જતા ગાલ તારા, આહા!
મને જોઈને આમ જ શરમાવાનું તું રાખ
આંખના ખૂણેથી જોઇલે છે મને એ ખબર છે
આમ જ જોઈને મારુ દિલ ધડકાવવાનું તું રાખ
છૂટવાનો સમય તો ખબર જ છે ને તને મારો,
બસ પાંચ મિનિટ ઝરૂખે આવવાનું તું રાખ.