STORYMIRROR

Meera Parekh vora

Romance

3  

Meera Parekh vora

Romance

તું પણ મને કેટલું ચાહે છે

તું પણ મને કેટલું ચાહે છે

1 min
182

તું મને દરરોજ અલગ અલગ નામ થી બોલાવે છે ત્યારે જ અનુભવાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...

તું મારી માટે થઈ ને બધાં સાથે લડે છે ત્યારે જ અહેસાસ થાય છે કે તું પણ મને કેટલું ચાહે છે....


તું મારી દરેક પસંદ ને પોતાની પસંદ માને છે ત્યારે જ અનુભવાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...

તું મારી દરેક વાત ના ના કરતા કરતા માને છે ત્યારે જ અહેસાસ થાય છે કે તું પણ મને કેટલું ચાહે છે...


મારી દરેક નાપસંદ ને તું પણ નાપસંદ કરે છે ત્યારે જ અનુભવાય છે કે તું પણ મને કેટલું ચાહે છે.....

મારી દરેક વાત ગમતી હોય તો પણ નથી ગમતી એમ કહે છે ત્યારે જ અહેસાસ થાય છે કે તું પણ મને કેટલું ચાહે છે....

સાથે જીવવાની કસમ તો બધાં આપે છે પણ તું સાથે મરવાની કસમ પણ આપે છે ત્યારે જ અનુભવાય છે કે તું પણ મને કેટલું ચાહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance