Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kuntal Shah

Tragedy

3  

Kuntal Shah

Tragedy

તું ન આવ્યો..

તું ન આવ્યો..

1 min
385


તું ગયો એ પળને

મારા અંતરે મેં ધરબી હતી..

મારા હૈયાની ભીનાશે એમાં

વિરહની તાજી કુંપળ ફૂટી..

પણ.. તું ન આવ્યો..


લાગણીનું સિંચન કરી, ને

માવજત કરી મેં એને ઉછેરી..

નાની કુંપળ ને ડાળખી ફુટી,

ને એ પ્રતિક્ષા એક છોડ બની..

પણ.. તું ન આવ્યો..


કેટકેટલી વસંત મહોરી, ને

પાનખર આવીને ચાલી ગઈ..

કેટલાં ઉનાળાએ એને મુરઝાવી

ને કેટલાંય ચોમાસામાં એ નીતરી..

પણ..તું ન આવ્યો..


હવે એ પ્રતિક્ષા વૃક્ષ બની છે,

હવે એમાં ફૂલ નથી આવતાં..

જર્જરિત થઈ રહી છે એ..

એની ભીનાશ સુકાઈ રહી છે

હજી, તું ન આવ્યો..!!


લાગે છે આ વખતની પાનખર,

બહુ વસમી પડી છે એને..

બની શકે કે હવે ક્યારેય

વસંતની મૌસમ ન આવે..

એ ધરાશાયી થાય એ પહેલાં,

કાશ.. !! તું આવે......!?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy