Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Classics Others

4  

Neha

Classics Others

તું કરું છું

તું કરું છું

1 min
307

દિવસ ને રાત, હાથ જોડી વિનવું છું,

શ્રદ્ધાની તું, કસોટી કરે છે !

પથ્થરની એક, મુરત બનીને, 

અવર જવર મંદિરમાં તું, જોયાં કરે છે !

આર્દ્ર વાણીથી, વિનંતી કરું છું,

સાંભળ્યું ન સાંભળ્યું તું, કર્યા કરે છે !

અવગણીને, પ્રાર્થના સૌની,

માનવીની પરિક્ષા તું, લીધાં કરે છે !

અવિરત, પ્રયત્નો કર્યા કરું છું,

સહનશક્તિને તું, અજમાવ્યાં કરે છે !

આશાની એક જ્યોત, ઓલવીને,

નિરાશાને તું, હંમેશા પ્રગટાવ્યાં કરે છે !

હારીને હવે, શરણે પડું છું,

ચરણોમાં તારી, માફી પ્રાર્થું છું,

સ્વીકારી લે, ભુલ અમારા સૌની,

“ચાહત”ને તું, અવગણ્યાં કરે છે !

થાકીને હવે, પગે પડું છું,

માનવજાત તરફથી, હાથ જોડું છું,

સંહાર, કરવાં “કોરોના” નો, 

હાથ જોડીને, યાચના હું કરે છે !

Rate this content
Log in

Similar gujarati poem from Classics