તું કહે
તું કહે
તું કહે તો દિન તું કહે તો રાત,
એમ હું માનું તારી વાત,
ડગલાં સાથે ડગલું માંડું,
છોને જગત ગણે મને ગાંડું.
રાખું ઓગળતી હું મુજ જાત
તું......
નજર હું તારી પરખું
તારા સુખે હરખું
દુઃખોને આપીએ આપણે મ્હાત
તું......

