STORYMIRROR

NIKITA PANCHAL

Romance Tragedy

3  

NIKITA PANCHAL

Romance Tragedy

તું કેમ નથી

તું કેમ નથી

1 min
64


ચાલતાં ચાલતાં બધે હું તને જ શોધું છું,

છતાં કોઈ રસ્તે મને તું કેમ મળતો નથી ?


હવે કાપી નાખું છું અંતર હજારો માઈલોનું,

છતાં તું ક્યાંય મને નજરે કેમ ચડતો નથી ?


દરેક શેરીએ ભટકતી રહું છું બની બાવરી,

છતાં ક્યાંય મને સામે તું કેમ મળતો નથી ?


ક્યારે થાય સૂર્યોદય અને ચંદ્રોદય ખબર નથી,

છતાં તને શોધું દરેક પળે તું કેમ જડતો નથી ?


જોને હું એવી તો ઘેલી બની તારા પ્રેમની તરસી,

છતાં પાગલ 'નિક્સ' માટે કેમ વરસતો નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance