તું જીવન પલટાવી ગઈ
તું જીવન પલટાવી ગઈ
દિલે દસ્તક તે આપી ને મોસમ મહેકી ગઈ.
હૈયે તારી યાદોની વર્ષા થતાં આંખ મારી છલકાઈ ગઈ.
તારા જ વિચારોમાં રાત મારી ખર્ચાઈ ગઈ.
પળ બે પળ માં જાણે જિંદગી જીવાઈ ગઈ
મળી તારી પ્રીત ને જિંદગી બદલાઈ ગઈ
હરખના આંસુડે મારી આંખો છલકાઇ ગઈ.
તારા તરફની ફરિયાદ બધી આંસુ બની વહી ગઈ.
તારી આંખોમાં મારા પ્રત્યેની ચાહત જોઈ,
મારી આંખો મલકી ગઈ.
વિરાન જેવું મારું જીવન, તું મહેકતા બાગમાં પલટાવી ગઈ.
તારી એક એક યાદની વાતો હૈયામાં સચવાઈ ગઈ.
આ વાતો વાતોમાં, તારા પ્રત્યેનાં પ્રેમની વાતો હૈયાથી ઉલેચાઈ ગઈ.