STORYMIRROR

Bharat Parmar

Inspirational Others

4  

Bharat Parmar

Inspirational Others

તું જ મારી

તું જ મારી

1 min
228

તું જ મારી કિરણ ને તું જ મારી બિંદુ

પામવા માટે તને રેખાખંડ બનવું મારે,


તું જ મારી ત્રિજ્યા ને તું જ મારી જીવા

પામવા માટે તને વર્તુળ બનવું મારે,


તું જ મારી લઘુ ને તું જ મારી ગુરુ

પામવા માટે તને ખૂણો બનવું મારે,


તું જ મારી ભા.ગુ. ને તું જ મારી સ.બા.

પામવા માટે તને સાદુરૂપ બનવું મારે,


તું જ મારી મૂ.કી. ને તું જ મારી ખ.કી.

પામવા માટે તને નાણું બનવું મારે,


તું જ મારી પક્ષ ને તું જ મારી સાધ્ય

સાબિત કરવા 'વાલમ' પ્રમેય બનવું મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational