STORYMIRROR

Neeta Chavda

Romance Tragedy Others

3  

Neeta Chavda

Romance Tragedy Others

તું જ છે

તું જ છે

1 min
304

તું ખુશી છે મારી ને દુઃખ પણ તું જ છે

તું જિંદગી છે મારી ને મોત પણ તું જ છે,


તું આનંદ છે મારો ને ઉદાસી પણ તું જ છે

તું નીંદ છે મારી ને ઉજાગરા પણ તું જ છે,


તું સ્વપ્ન છે મારું ને હકીકત પણ તું જ છે

તું શ્વાસ છે મારો ને રુંધાવે પણ તું જ છે,


તું પ્રેમ છે મારો ને નફરત પણ તું જ છે

તું આંસુ છે મારું ને સ્મિત પણ તું જ છે,


તું ધડકન છે મારી ને દિલ પણ તું જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance