STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

તું ચમત્કારી કિતાબ લાગે છે

તું ચમત્કારી કિતાબ લાગે છે

1 min
293

વસંત જેવો તારો રૂઆબ લાગે છે,

મીઠું સ્મિત તારું લાજવાબ લાગે છે !


તારા સંગાથમાં મહેકી છે મારી જાત,

તું જાણે કોઈ સુગંધી ગુલાબ લાગે છે !


તારા આગમને પ્રકાશિત થાય હૈયાનો ઓરડો,

તું જાણે કોઈ દેદીપ્યમાન આફતાબ લાગે છે !


તને પામીને હું બાહોશ શાયર બની ગઈ,

તું જાણે કોઈ ચમત્કારી કિતાબ લાગે છે !


કરે છે હવે સૌ ગણના મારી શ્રીમંતોમાં,

મારી જાત મને હવે નવાબ લાગે છે !


જોઈ તારી એક ઝલક મને ચડે છે નશો,

તારી આંખો જાણે કોઈ શરાબ લાગે છે !


મળી ગઈ જાણે ધરા પર મને જન્નત !

તારો પ્રેમ મારી દુઆનો જવાબ લાગે છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy