STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

તું ચાલતી થઈ

તું ચાલતી થઈ

1 min
416

મધુર મિલનની વાતો કરી તુજને,

મજાક મસ્તીમાં તું રિસાઈ ગઈ,

મુજને છોડીને તું ચાલતી થઈ,

મિલનની વાતો અધૂરી રહી ગઈ...


પ્રેમથી ખૂબ સમજાવી મે તુજને,

નજીવી વાતમાં તું છંછેડાઈ ગઈ,

પ્રેમની ધારા મારી તું સૂકવી ગઈ,

મિલનની વાતો અધૂરી રહી ગઈ....


દર્દનો દિવાનો બનાવ્યો તેં મુજને,

મુખને મચકોડીને તું ચાલતી થઈ,

રાઈનો પર્વત તું બનાવતી ગઈ,

મિલનની વાતો અધૂરી રહી ગઈ...


દિલથી ચાહતો હતો હું તુજને,

પ્રેમના જખમ મુજને દેતી ગઈ,

વિરહની આગમાં તડપું છુ"મુરલી",

મિલનની વાતો અધૂરી રહી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy