તું અનરાધાર વરસ....
તું અનરાધાર વરસ....
જો તારે વરસવું હોય તો અનરાધાર વરસ,
તન મન રહ્યું સાવ કોરું, સાંબેલાધાર વરસ,
ચાલને સાજન હાથમાં હાથ પરોવીને ફરીએ,
ઝરમરિયો નહીં, તું આવીને સદાબહાર વરસ,
છત્રી ફેંકીને આવો સનમ ભીતર ભભૂકી આગ,
કોરું રહેના મારું દલડું સનમ, તું રસાતાળ વરસ,
મન મોર બનીને કરે છે થનગાટ મારાં મનનાં ઝરુખે,
આપ્યું છે ખુલ્લું આમંત્રણ તને, તું છટાદાર વરસ,
ખેડૂતોએ વાવણીની કરી લીધી છે સઘળી તૈયારી,
કરી દે હવે બધાંની આશ પુરી, તું ધમાકેદાર વરસ.
